મેક્સવેલે રાહુલની માફી માગી:પહેલી વનડેમાં 19 બોલમાં 45 રન બનાવવા બદલ સોરી કહ્યું

November 28, 2020

સિડની : ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે કહ્યું કે, "મેં પહેલી વનડેમાં 19 બોલમાં 45 રન બનાવ્યા પછી ભારતીય વાઇસ કેપ્ટન લોકેશ રાહુલની માફી માગી." તમને જણાવી દઈએ કે, IPL 2020માં બંને એક જ ટીમ (કિંગ્સ ઇલેવન પંજાબ)માં હતા.IPLની 13મી સીઝનમાં મેક્સવેલનું ફોર્મ નિરાશાજનક હતું, તે સમગ્ર સીઝનમાં એકપણ સિક્સ મારી શક્યો નહોતો.

ન્યૂઝીલેન્ડના જિમી નીશમે શનિવારે સોશિયલ મીડિયા પર એક ફેનની પોસ્ટ કરી હતી. જેમાં રાહુલનું ફની મીમ બનાવવામાં આવ્યું હતું. કેપ્શનમાં લખ્યું હતું કે, મેક્સવેલ અને નીશમને પોતપોતાના દેશ માટે મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમતા જોઈને રાહુલ. તેમાં મેક્સવેલને પણ ટેગ કરવામાં આવ્યો હતો.

આ પોસ્ટ પર ફની રીતે જવાબ આપતા મેક્સવેલે કહ્યુ કે, મેં બેટિંગ કરતી વખતે જ રાહુલની માફી માગી હતી. તે સાથે મેક્સવેલે લખ્યું કે- કિંગ્સ ઇલેવન ફ્રેન્ડ્સ.