MDHના ધર્મપાલ રૂ,1500 લઈને દિલ્હી આવ્યા, ઘોડા-ગાડી ચલાવી,આજે 2000 કરોડનું સમ્રાજ્ય
December 03, 2020

સુરત : દેશની અગ્રણી મસાલા કંપની મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટી(Dharampal Gulati)નું નિધન થયું છે. આજે સવારે 5.38 વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા. તેઓ 98 વર્ષના હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેક (Heart Attack) થી નિધન થયું.
મહાશય ધર્મપાલ 1947માં થયેલા ભારત-પાકિસ્તાનના (India-Pakistan) વિભાજન બાદ ભારત (India) આવ્યા હતાં. અહીં તેમને ઘોડા-ગાડી ચલાવીને સંઘર્ષપૂર્ણ જીવનની શરૂઆત કરી હતી અને આજે તેઓ દેશના મસાલા કિંગ બની ગયા છે. તેમને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.
મહાશય ધર્મપાલનો જન્મ 27 માર્ચ, 1923ના રોજ સિયાલકિટ (હાલના પાકિસ્તાનમાં આવેલા એક શહેર)માં થયો હતો. વર્ષ 1933માં તેમને ધોરણ 5નો અભ્યાસ અધુરો મુકી ભણવાનું છોડી દીધું હતું. વર્ષ 1937માં તેમણે પોતાના પિતની મદદ્થી વ્યાપાર શરૂ કર્યો. તેમણે સાબુ, ગળી, કપડા, હાર્ડવેર, ચોખાનો વ્યાપાશર શરૂ કર્યો.
જોકે તેઓ લાંબા સમય સુધી આ વ્યાપાર ટકાવી ના શક્યા અને તેમના પિતાની સાથે ફરી વ્યાપાર શરૂ કર્યો. તેમને પોતાની પિતાની ‘મહેશિયો દી હટ્ટી’ નામની દુકાનમાં કામ શરૂ કરી દીધું. જેને આજે દેગી મિર્ચના નામથી ઓળખવામાં આવે છે.
1942માં તેમના લગ્ન થઈ ગયા હતાં. વિભાજનના કારણે તેમને સિયાલકોટ છોડવું પડ્યું હતું. તેઓ અમૃતસર આવી ગયા. અહીં તેમનું મન ના લાગ્યું. મોટા ભાઈ અને સગાસંબંધીઓ સાથે તેઓ દિલ્હી આવ્યા હતાં. 27 સપ્ટેમ્બર 1947મં તેમની પાસે માત્ર 1500 રૂપિયા હતાં. કામ-ધંધો ના મળતા 650 રૂપિયાની ઘોડા ગાડી ખરીદી અને નવી દિહી રેલવે સ્ટેશનથી કુતુબ રોડ વચ્ચે ચલાવવાનું શરૂ કર્યું હતું. આ કામથી પણ તેમનું મન ભરાઈ ગયું. તેમનું મન પિતાના મસાલાના જુના ધંધામાં લાગેલુ હતું. તેમણે ફરી એકવાર અજમલ ખાં રોડ પર ખોખા બનાવીની દાળ, તેલ, મસાલાની દુકાન શરૂ કરી દીધી. અનુભવ હોવાથી દુકાન સારી ચાલવા લાવી. આખરે તેમણે મસાલા બનાવવાના ધંધામાં ઝંપલાવ્યું. આજે એમડીએચ મસાલા નામની કંપનીને તેમણે 2000 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધી હતી.
તો રોજ સવારે 4 આગ્યે જાગીને પંજાબી બીટ્સ પર ડંબેલ્સ વડે કસરત કરતા હતાં અને ત્યાર બાદ ફળ ખાતા હતાં. ત્યાર બાદ નેહરૂ પાર્કમાં ફરવા નિકળતા હતાં. દિવસ દરમિયાન ભોજનમાં તેઓ પરાઠા ખાતા હતાં. સાંજે ફરી એકવાર તેઓ ફરવા નિકળતા. રાત્રે તેઓ મલાઈ અને રબડી ખાતા. તેઓ હંમેશા કહેતા હતા કે, અભી તો મેં જવાન હું.
જાહેરાતમાં આવનાર ધર્મપાલ દુનિયાના સૌથી મોટી ઉંમરના સ્ટાર તરીકે જાણીતા હતાં. એવોર્ડ મળ્યા બાદ અનેક ફોન અને ભેટ સોગાદો મળતા તેઓ કહેતા હતાં કે -મારી તો બલ્લે -બલ્લે થઈ ગઈ. ઓફિસમાં મળવા માટે લાંબી લાઈનો લાગતી હતી. તેઓ કહેતા કે – હું કોઈ નશો નથી કરતો, મને પ્રેમનો નશો છે.” તેઓ કહેતા કે, લોકો અને બાળકો મળીને મારી સેલ્ફી લે છે તે મને તે ખુબ જ ગમે છે.
Related Articles
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
ભારતની સરહદમાં 600 ગામો વસાવવાનું ચીનનું ખતરનાક ષડયંત્ર, શિવસેનાએ કેન્દ્રને ઠપકાર્યું
ભારતની સરહદમાં 600 ગામો વસાવવાનું ચીનનું...
Jan 20, 2021
સુરત બાદ હવે પશ્ચિમ બંગાળમાં ધ્રુજાવી દે તેવો અકસ્માત, 13 લોકોના કમકમાટીભર્યા મોત
સુરત બાદ હવે પશ્ચિમ બંગાળમાં ધ્રુજાવી દે...
Jan 20, 2021
ભારતનું વોટ્સએપ સામે કડક વલણ નવી પ્રાઇવસી પોલિસી રદ કરવા તાકીદ
ભારતનું વોટ્સએપ સામે કડક વલણ નવી પ્રાઇવસ...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021