મેડિકલ ઇન્ટર્ન્સ, સ્મ્મ્જી અંતિમ વર્ષના વિદ્યાર્થીને કોવિડ સેવામાં જોતરાશે

May 04, 2021

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના માહમારીનો સામનો કરવા માનવ સંસાધનની માગને મુદ્દે યોજાયેલી બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા
પછી મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે દેશમાં કોવિડ ફરજ માટે તબીબી પર્સનલ્સની ઉપલબ્ધતા વધશે. બેઠકમાં મેડિકલ ઇન્ટર્ન
વિદ્યાર્થીઓને તેમની ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ પ્રબંધનમાં સામેલ કરવા મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તો એમબીબીએસના અંતિમ વર્ષમાં
અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો પણ તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ ટેલીકન્સલ્ટેશન સેવા પુરી પાડવામાં અને કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓના
મોનિટરિંગ માટે ઉપયોગ થઇ શકશે. આ નિર્ણયને પગલે હાલમાં કોવિડ ફરજ બજાવી રહેલા તબીબો પરનું દબાણ ઓછું થશે. પીજી અંતિમ વર્ષના
વિદ્યાર્થીઓની સેવાઓ ચાલુ રાખી શકાશે.પીજી વિદ્યાર્થીઓની નવી બેચ ના આવે ત્યાં સુધી તેમનો ઉપયોગ થઇ શકશે. સમીક્ષા બેઠકમાં નીટ-પીજી કસોટી
ઓછામાં ઓછા ચાર મહિના સુધી મોકુફ રાખવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ થતાં કોવિડ ડયુટી માટે આરોગ્ય કર્મીની ઉપલબ્ધતા વધશે. ૩૧
ઓગસ્ટ ૨૦૨૧ પહેલાં પરીક્ષા લેવામાં આવશે તેમ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું. પરીક્ષાની તારીખની જાહેરાત કરતી વખતે વિદ્યાર્થી ઓછામાં ઓછા એક
મહિના તૈયારી કરવાનો સમય મળે તેની તકેદારી રાખવામાં આવશે. આ નિર્ણયને પગલે કોવિડ ડયુટી માટે સંખ્યાબંધ યોગ્યતા પ્રાપ્ત તબીબો ઉપલબ્ધ રહેશે.
રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોને નીટ ઉમેદવારોને કોવિડ ફરજ માટે જોડવા માટે સઘન સંપર્ક કરવા જણાવવમાં આવ્યું છે.