રાજ્યમાં 24 કલાકમાં 84 તાલુકાઓમાં મેઘમહેર

June 20, 2022

રાજ્યમાં 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, સુરતના કામરેજમાં 3.5 ઈંચ, નવસારી તથા જલાલપોર તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ અન્ય 11 તાલુકાઓમાં 1થી દોઢ ઈંચ વરસાદ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેશે છે. તથા સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 2 દિવસ મધ્યથી ભારે વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, રાજકોટ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત સહિતમાં વરસાદ રહેશે. તથા  અમદાવાદ, ગાંધીનગર, વડોદરા,નડિયાદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં સામાન્ય વરસાદ રહેશે.

રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ  મધ્યથી ભારે વરસાદ રહેશે. તથા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ સહિત વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.