મેહદી હસન મિરાજની શાનદાર ઈનિંગ, રોમાંચક મેચમાં બાંગ્લાદેશનો 1 વિકેટે વિજય
December 04, 2022

ઢાકાઃ મેહદી હસન મિરાજ (અણનમ 38 રન) અને મુસ્તફીઝુર રહમાન (10*) અંતિમ વિકેટ માટે કરેલી 51 રનની અણનમ વિકેટની ભાગીદારીની મદદથી બાંગ્લાદેશે ઢાકામાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 1 વિકેટે પરાજય આપી રોમાંચક જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બાંગ્લાદેશે એક સમયે 136 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી.
પરંતુ મેહદી હસન મિરાજે દમદાર બેટિંગ કરી ભારત પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. બાંગ્લાદેશે 46 ઓવમાં 9 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને 23 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. શિખર ધવન માત્ર 7 રન બનાવી મેહદી હસન મિરાઝનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા 31 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 27 રન બનાવી શાકિબની ઓવરમાં બોલ્ડ થયો હતો. શાકિબે વિરાટ કોહલી (9) ને આઉટ કરી ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 49 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે આજે પાંચમાં ક્રમે બેટિંગ કરતા 70 બોલમાં 4 સિક્સ અને 5 ફોર સાથે 73 રન બનાવ્યા હતા. રાહુલની ઈનિંગની મદદથી ભારતીય ટીમ 180નો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. આ સિાવાય શ્રેયસ અય્યરે 24 રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગટન સુંદર 19 રન બનાવી આઉટ થયો હતો. શાહબાઝ અહમદ 0, શાર્દુલ ઠાકુર 2, દીપક ચાહર 0 અને સિરાજ 9 રન બનાવી આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબે પાંચ અને ઈબાદોત હુસૈને ચાર વિકેટ લીધી હતી.
Related Articles
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્ય...
Feb 02, 2023
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિર...
Jan 31, 2023
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હર...
Jan 29, 2023
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ...
Jan 26, 2023
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો...
Jan 25, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023