મહેસાણા- રાજપુત સમાજમાં કુરિવાજ અને દુષણ દુર કરવા મહિલાઓનું ચિંતન

February 05, 2020

શિક્ષણનો વ્યાપ વધારવા હાકલ કરાઈ


મહેસાણા-મહેસાણા શહેરમાં પ્રથમવાર રાજપુત સમાજની મહિલાઓની બેઠક મળી હતી. જેમાં સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દુષણોને દુર કરવા મેરાથોન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા યુવા રાજપુત સમાજ મહિલા પાંખની રચના કરાઇ હતી.
મહેસાણા ખાતે મળેલી રાજપુત સમાજની મહિલાઓની બેઠકમાં કુરિવાજો અને દુષણો દુર કરવાની સાથે સાથે સમાજની એકતા તેમજ શિક્ષકનો વ્યાપ વધારવા માટે પ્રયાસો કરવા ઉપયોગી સુચનો કરવામાં આવ્યા હતા. આ દિશામાં વિવિધ કાર્યક્રમો યોજી યુવાનોને માર્ગદર્શન આપવાની અપીલ કરાઇ હતી. જ્યારે આ પ્રસંગે જિલ્લા યુવા રાજપુત સમાજ મહિલા પાંખની રચના કરવામાં આવી હતી. જેના પ્રમુખ તરીકે વિણાબા ઝાલાની નિમણુંક કરવામાં આવી હતી. ઉપરાંત મહિલા પાંખના ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ કારોબારી સહિતના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.