મહેસાણાના પટેલ યુવકને જાપાનથી એર લિફ્ટ કરાયો, પિતાની અપીલ બાદ 40 લાખની મદદ મળી

June 08, 2021

મહેસાણા - જોટાણા તાલુકાના ભેસાણા ગામનો યુવક જાપાનમાં એક ભયંકર બિમારીમાં સપડાયો હતો. આજથી 3 વર્ષ પહેલા વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલા જયેશ પટેલ નામના યુવાનને જાપાનમાં ટીબી અને બ્રેનસ્ટોક (ટ્યૂબરકોલોસીસ)ની ભયકંર બિમારીમાં સપડાતા તેને ત્યાંની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જોગાનુંજોગ યુવક ત્યાં બરાબરનો ફસાઈ ગયો હતો, તેની પાસે ખર્ચાળ બિમારીની સારવાર કરાવવાના કે ભારત પાછા આવવાના તેની પાસે પૈસા ન હતા. ત્યારે બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બનેલા મહેસાણાના યુવાનને આજે પ્લેન મારફતે જાપાનથી ભારત લવાયો છે.


ભેસાણા ગામનો યુવાન જયેશ પટેલ નોકરી અર્થે જાપાન ગયો હતો પરંતુ જાપાન ગયા બાદ ત્યાં બ્રેઇન સ્ટ્રોકની બીમારીમાં સપડાતાં તે છેલ્લા 8 મહિનાથી જાપાનની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. ભેસાણના જયેશ પટેલના પરિવારની વેદના દર્શવાઈ હતી. અને આ યુવાનને એર લિફ્ટ કરી ભારતમાં લાવવામાં ખર્ચ વધુ હોઇ પરિવાર દ્વારા દાનની અપીલ કરાઈ હતી. આ અપીલ થકી 40 લાખનું દાન જયેશ પટેલના પરિવારને મળ્યું હતું. જેથી યુવાનને હોસ્પિટલમાંથી સાદી ફ્લાઇટ થકી મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ભારત લઈ જવાનું સર્ટી મળ્યું હતું. જેમાં ભારતથી એક ડોક્ટરને જાપાન મોકલવામાં આવ્યા હતા અને ડોકટરના ઓબ્ઝર્વેશનમાં ગત રોજ પ્લેનમાં જયેશ તેના પિતા, મિત્ર સાંજે દિલ્હી આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે જયેશભાઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.

56 વર્ષીય પિતા હરિભાઈ પટેલે ભારત સરકારને તેમના દીકરા જયેશ પટેલને ભારત પરત લાવવા માટે મદદ કરવા અંગેનો એક પત્ર લખ્યો હકો. તેમણે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો અને મદદ માટે અપીલ કરી હતી. હરિભાઇ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં શાયના સિટીમાં રહે છે. જાપાનમાં વસતા ગુજરાતના પરિવાર અને જયેશ હરિભાઈ પટેલે ભારતીય એમ્બેસી સુધી મદદનો હાથ લંબોવ્યો હતો.


વિધિની વક્રતા તો જુઓ જયેશ પટેલની પત્ની પ્રગ્નન્સી હોઈ ભારત આવેલી હતી, જ્યારે જયેશને બ્રેનસ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પિતા હરિભાઈ દ્વારા ઘણા દિવસો સુધી જાપાનમાં પુત્રનો જીવ બચાવવા માટે આજીજી કરી હતી. જાપાની હોસ્પિટલે તેને ભારત લઈ જવા અને ટ્રીટમેન્ટ ખર્ચ રૂપિયા 1.25 કરોડ સુચવ્યો હતો. જે પરિવાર માટે અશક્ય હતો, જેના કારણે જયેશના મોટા ભાઇ હાર્દિકે મદદ માટે અપીલ કરી હત. જોકે હવે જયેશ ગુજરાતમાં આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.