યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ

May 22, 2022

ગુજરાતના મહત્વપૂર્ણ ગણાતી મેટ્રો ટ્રેન્ગુ શરૂ કરવાના કામમા ખૂબ જ ગતિ આવી છે. ગ્યાસપુરથી મોટેરા સુધીના 19 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ કરાઈ છે. આ અગાઉ તાજેતરમાં થલતેજ રૂટ પર પણ ટ્રાયલ થઈ હતી. હવે ઓગસ્ટ સુધીમાં આ બન્ને કોરીડોર ચાલુ થઈ જશે.

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં બે કોરીડોર છે. જેમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા અને બીજો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો છે. મોટેરા રૂટના કોરીડોરની લંબાઈ 18.89 કિ.મીની છે જેમા 15 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. જ્યારે ગ્યાસપુર ડેપોનુ કામ પૂર્ણ થઈ ગયું છે. માર્ચમાં જીવરાજ પાર્ક સુધી ટ્રાયલ કરાઈ હતી. હવે તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરાઈ હતી.

20મી મેના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીના રૂટ પર ટ્રેનની ટ્રાયલ હાથ ધરાઈ હતી. જેમાં મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ રાજીવનગર, શ્રોયષ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી.

મેટ્રો ટ્રેનના સત્તાવાળાઓનો દાવો છે કે, આગામી સમયમાં હજુ વધુ ટ્રાયલો થતી રહેશે અને ઓગસ્ટ સુધીમાં જ આ બન્ને કોરીડોર પર મેટ્રો ટ્રેન ચાલુ થઈ જશે. બાકી રહેલા કામોને ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યાં છે. હવે ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઈનું નિરીક્ષણ કરવા માટે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીને બોલાવાશે. આ જ રીતે પૂર્વ-પિૃમ કોરીડોરમાં મેટ્રો રેલની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.