રશિયાને પછાડવા USAની 90 સ્ટ્રાઈકર સહિત 2.5 અબજ ડોલરની યુક્રેનને લશ્કરી સહાય
January 20, 2023

સહયોગી દેશોએ યુક્રેનને અબજો ડોલરના હથિયારો આપવાનું વચન આપ્યું છે
દિલ્હી- USAએ રશિયા સામેના યુદ્ધને નવી ધાર આપવા માટે ગુરૂવારના રોજ યુક્રેનને 2.5 અબજ ડોલરના લશ્કરી સહાય પેકેજની જાહેરાત કરી છે. આ અત્યાર સુધીની બીજી સૌથી મોટી લશ્કરી સહાય છે. તેના દ્વારા રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેન મોટા પાયે શસ્ત્રો અને દારૂગોળો ખરીદી શકશે. પેકેજમાં કીવ દ્વારા વિનંતી કરાયેલ યુદ્ધ ટેન્કનો સમાવેશ થતો નથી પરંતુ તેમાં 90 સ્ટ્રાઈકર આર્મર્ડ વાહનો, 59 વધારાના બ્રેડલી ઈન્ફન્ટ્રી ફાઈટિંદ વ્હીકલ, એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમ અને નાના હથિયારોની શ્રેણીનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, '59 બ્રેડલી IFVs આ પેકેજમાં સામેલ છે. આ અગાઉ 6 જાન્યુઆરીના 50 બ્રેડલીનું વચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વધારાના 90 સ્ટ્રાઈકર APCs યુક્રેનને 2 બિગ્રેડ સુધીની સશસ્ત્ર ક્ષમતા પ્રદાન કરશે.
ગત સપ્તાહે જાહેર કરાયેલા 3 અબજ ડોલરથી વધુના પેકેજમાં પ્રારંભિક 50 બ્રેડલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવીનતમ પેકેજ ઉમેરવાથી ફેબ્રુઆરી 2022માં રશિયાના આક્રમણ પછી યુક્રેનને USAની કુલ સહાય 26.7 અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.
નવી સહાયતામાં HIMARS રોકેટ સિસ્ટમ માટેનો દારૂગોળો પણ સામેલ છે, જેનો યુક્રેન રશિયન હથિયારોના ડેપો અને કમાન્ડ પોસ્ટ્સ તેમજ હવાઈ સંરક્ષણ માટે વ્યાપકપણે ઉપયોગ કરે છે. રશિયાના નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે યુક્રેનને મજબૂત કરવા અને તાજેતરના હવાઈ હુમલાઓ માટે હવાઈ સંરક્ષણ ક્ષેત્રની ઓળખ કરી છે.
Related Articles
બે મહિનામાં હજ્જારો યુક્રેની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું : તેનું રહસ્ય શું છે ?
બે મહિનામાં હજ્જારો યુક્રેની સૈનિકોએ આત્...
Oct 04, 2023
અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ ધટના, પ્રતિનિધિ સભાના અધ્યક્ષને મતદાન દ્વારા પદ પરથી હટાવાયા
અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ ધટના, પ્રતિનિધ...
Oct 04, 2023
વિદેશી જહાજો માટેની જાળમાં ચીનની સબમરીન ફસાઈ, ઓક્સિજન સિસ્ટમ ફેલ, 55 નૌસૈનિકોનાં મોત
વિદેશી જહાજો માટેની જાળમાં ચીનની સબમરીન...
Oct 04, 2023
ઇટાલીમાં દુઃખદ અકસ્માત: બસ પુલ પરથી પડતાં આગ લાગી, 21 લોકોનાં મોત
ઇટાલીમાં દુઃખદ અકસ્માત: બસ પુલ પરથી પડતા...
Oct 04, 2023
કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં ભારત છોડવા અલ્ટિમેટમ
કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં ભા...
Oct 04, 2023
WHOની સીરમ - ઓક્સફર્ડની મેલેરિયા વિરોધી રસીને મંજૂરી
WHOની સીરમ - ઓક્સફર્ડની મેલેરિયા વિરોધી...
Oct 04, 2023
Trending NEWS

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

03 October, 2023