મંત્રી મનસુખ માંડવિયાના પિતાનું સો વર્ષની વયે અવસાન

May 17, 2020

કેન્દ્રના મંત્રી મનસુખ માંડવિયાના પિતા લખમણભાઈ જીવાભાઈ માંડવિયાનું આજે ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. મોટી વયને કારણે તેમનું નિધન થયું છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા તેમના સૌથી નાના પુત્ર છે. તેમણે કહ્યું હતું કે સદાય સહુનું ભલુ કરવાની જ પ્રેરણાં આપનાર પિતાના કરુણ અવસાનને પરિણામે ઘરની છત ઢળી પડી હોય તેવા દુઃખની લાગણી હું અનુભવી રહ્યો છે.