રાજ્યકક્ષાના મંત્રી દેવા માલમે લોકડાયરામાં કર્યો પૈસાનો વરસાદ

May 14, 2022

જૂનાગઢના કેશોદમાં એક લોકડાયરાનું આયોજન કરાયું હતું. કેશોદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ લોકડાયરાનું આયોજન ગોઠવાયું. માણેકવાડામાં યોજાયેલા લોકડાયરામાં રાજ્ય કક્ષાના મંત્રી દેવા માલમે પૈસાનો વરસાદ કર્યો.

ડાયરામાં ઉર્વશી રાદડિયા, બીરજુ બારોટ અને દેવાયત ખવડ દ્વારા મહેફિલ જમાવવામાં આવી હતી. તેમની પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ડાયરામાં 10, 20, 10 અને 500ની નોટો સાથે પૈસાની ચાદર પથરાયેલી જોવા મળી હતી. કેશોદ વિસ્તારમાં લોકડાયરો યોજાતા લાખો કરોડો રૂપિયાનો વરસાદ સામાન્ય બન્યો હતો.

માણેકવાળા લોકડાયરામાં રાજ્યકક્ષાના મંત્રી સહિત રાજકીય લોકો પૈસા ઉડાવતા નજરે પડ્યા. કેશોદ માલબાપા નગદેવતા મંદિરની પુનઃમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ડાયરામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી