મન કી બાતમાં મોદીનું સંબોધન:મોદીએ કહ્યું- મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું

November 28, 2021

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 83મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. વડાપ્રધાને સંબોધન કરતા સ્વતંત્રતા અમૃત ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઓસ્ટ્રેલિયામાં બનેલી વૃંદાવન ગેલેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો મોદીએ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા લોકો સાથે પણ વાત કરી હતી. જ્યારે આવા જ એક વ્યક્તિ રાજેશ કુમારે મોદીને સત્તામાં બની રહેવા માટેના આશીર્વાદ આપ્યા હતા, ત્યારે મોદીએ કહ્યું કે મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું.

મોદીએ કહ્યું, આજે કેટલાક એવા સાથીઓ પણ મન કી બાતમાં જોડાઈ રહ્યા છે, જેમણે પોતાના ઈરાદાઓથી નવું જીવન જીતીને આવ્યા છે. અમારા પ્રથમ સાથીદાર રાજેશ કુમાર પ્રજાપતિ છે જેઓ હૃદયરોગથી પીડિત હતા.