ભારત જોડો યાત્રામાં મોદી-મોદીના નારા લાગ્યા, રાહુલ ગાંધીએ આપ્યું કંઈક આવુ રિએક્શન

December 06, 2022

નવી દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) હાલમાં રાજસ્થાનમાં છે. આ યાત્રાથી કોંગ્રેસ પોતાને મજબૂત કરવા માંગે છે પરંતુ રાજસ્થાનના ઝાલાવાડની એક ઘટનાથી એવું લાગે છે કે, હજુ બીજેપી સામે કોંગ્રેસને મજબત થવા માટે ઘણી મહેનતની જરૂર છે. આ દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. જોકે, રાહુલ ગાંધીએ તેનો અનોખા અંદાજમાં દવાબ આપ્યો હતો. આ અગાઉ મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાથી પણ આવી જ ઘટના સામે આવી હતી. મોદી મોદીના નારાનો અવાજ આવતા જ પહેલા તો રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓએ તે લોકોને યાત્રામાં સામેલ થવા માટે કહ્યું પરંતુ જ્યારે તેઓ શામેલ ન થયા તો રાહુલે તે લોકોને ફ્લાઈંગ કિસ આપી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, લોકો તેને બે રીતે જોઈ રહ્યા છે. કેયલાક લોકો મોદી-મોદીના નારા પર વધુ ધ્યાન આપી રહ્યા છે તો કેટલાક લોકો રાહુલ ગાંધીના આ અંદાજ પર. 
વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે લોકો પોતાના ઘરેથી મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા અને રાહુલ તેમને યાત્રામાં સામેલ થવા માટે કહા રહ્યા છે. જ્યારે તે લોકો યાત્રામાં નથી જોડાતા ત્યારે રાહુલ તેમના તરફ 3થી 4 વખત ફ્લાઈંગ કિસ આપી છે. આ કરમિયાન યાત્રામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ રાહુલના આ વીડિયોને હાર્ટ બનીવીને ઘણી વખત રિટ્વીટ પણ કર્યો છે. એક યુઝરે સવાલ કર્યો કે, શું પીએમ મોદી પણ આ જ અંદાજમાં રિએક્ટ કરતે જો લોકો તેમની રેલીમાં રાહુલ-રાહુલના નારા લગાવતે? કોંગ્રેસની ભારત જોડો યાત્રા આગામી બે અઠવાડિયા સુધી રાજસ્થાનમાં રહેશે. ત્યાં યાત્રા કુલ 7 જિલ્લાને કવર કરશે અને કુલ 520 સુધીની યાત્રા કરશે.