મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવાલની રાજનીતિનો જાદુ નહીં ચાલે'-રામદાસ અઠવાલે

August 13, 2022

નવસારી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટીના નાનાથી માંડી કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે નવસારીમાં એક ખાનગી કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેનું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે.


નવસારીમાં એક ખાનગી કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા જાદુગર છે. તેમણે કેજરીવાલને આજે હાથ લેતા જણાવ્યું કે મફતની રાજનીતિ કરતા આમ આદમી પાર્ટીના કેજરીવાલ દિલ્હીમાં ફાવ્યા, પણ ગુજરાતમાં ફાવશે નહીં. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલની મફતની રાજનીતિનો જાદુ નહીં ચાલે.


રામદાસ અઠવાલે ચૂંટણી પહેલા નવસારીમાં એક આગાહી કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં મોટી પકડ હોવાથી ભાજપ અહીં 2/3 સીટો જીતશે. અમારી પાર્ટીનો પ્રધાનમંત્રી મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન છે.