મોદીનો ઉત્તર પ્રદેશનો પ્રવાસ અચાનક રદ, 9 મેડિકલ કોલેજોનું કરવાના હતા ઉદ્ધાટન

July 25, 2021

લખનઉ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુપીના સિદ્ધાર્થનગરની મુલાકાત રદ કરવામાં આવી છે. 30 મી જુલાઈએ જિલ્લાની મુલાકાત લેવાનો વડા પ્રધાનનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વડા પ્રધાન હવે આવતા મહિને સિદ્ધાર્થનગર આવી શકે છે.
વડા પ્રધાન સિદ્ધાર્થનગરની મુલાકાતે યુપીને 9 મેડિકલ કોલેજો ભેટ આપવા જઇ રહ્યા હતા. તેએ દેવરિયા,એટા,ફતેહપુર, હરદોઈ, પ્રતાપગઢ, સિદ્ધાર્થનગર, ગાઝીપુર, મિરઝાપુર અને જૌનપુરમાં મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરવા જઇ રહ્યા હતા. પરંતુ હવે તેના આ પ્રવાસને રદ કરવામાં આવ્યો છે. આ માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાએ આપી છે. પ્રવાસ રદ કરવા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી.
યુપીના દૃષ્ટિકોણથી, પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ વિશેષ માનવામાં આવી હતી. સીએમ યોગી આદિત્યનાથ ખુદ તમામ તૈયારીઓ પર નદર રાખી રહ્યા હતા. તેમના વતી સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી. ચૂંટણી પહેલા આ મેડિકલ કોલેજો આપીને મોટો સંદેશ આપવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ હવે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત થયું છે કે વડા પ્રધાન હવે આવતા મહિને યુપીની મુલાકાત લઈ શકે છે અને તે પછી જ આ 9 મેડિકલ કોલેજોનું ઉદઘાટન પણ થઈ શકે છે.
જોકે ઉદ્ઘાટન હાલ માટે મુલતવી રાખવામાં આવ્યું છે, પરંતુ રાજ્યમાં આ મેડિકલ કોલેજોના નામ અંગે રાજકારણ શરી થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુપીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે મેડિકલ કોલેજોનાં નામ ‘જાતિ આધારિત’ રાખ્યા છે. પ્રતાપગઢનું ઉદાહરણ આપીને કહેવામાં આવી રહ્યું છે કે ત્યાંની મેડિકલ કોલેજનું નામ ‘સોનેલાલ પટેલ સ્વસાચી રાજ્ય મેડિકલ કોલેજ’ રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેડિકલ કોલેજનું નામ અપના દળના સ્થાપક સોનેલાલ પટેલના નામ ઉપર રાખવામાં આવ્યું છે. યુપીમાં હવે કુર્મી-પટેલ વોટબેંક ખૂબ મહત્વ ધરાવે છે, તેથી વિરોધીઓ તેને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે.