મુંબઇમાં રફતારના રાક્ષસો બેફામ, કારની અડફેટે મહિલાનું મોત

September 04, 2024

અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ક્યારેક ઓવર ટેક તો ક્યાંક ઓવરસ્પીડને કારણે અકસ્માત થાય છે. ત્યારે વધુ એકવાર અકસ્માતની ઘટના બની છે. મુંબઇમાં એક કારની અડફેટે આવતા મહિલાનું મોત થયુ છે. મળતી માહિતી મુજબ કાર ફુલ સ્પીડમાં આવી રહી હતી. જેમાં 27 વર્ષીય મહિલાનું મોત થયુ છે. પોલીસે આરોપીને ઝડપી પણ લીધો છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે મલાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કાર ઝડપથી આવી રહી હતી. કારની ટક્કરથી 27 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને કારની ટક્કર માર્યા બાદ આરોપી ડ્રાઈવર મહિલાને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોની ટીમે તેને મૃત જાહેર કરી. કેસની માહિતી મળતાની સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.