મોરબી પુલ દુર્ઘટના- ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી

January 20, 2023

જામીન અરજીની આવતીકાલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
મોરબી- મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હવે ચર્ચામાં આવ્યાં છે.  ત્યારે જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતીકાલે થશે. આ કેસની એફઆઇઆરમાં જયસુખ પટેલનું નામ નથી. જો કે પોલીસ ગણતરીના દિવસોમાં કોર્ટના સમગ્ર ઘટનાક્રમ સાથે ચાર્જશીટ દાખલ કરવાની છે.આ કેસમાં ધરપકડથી બચવા માટે જયસુખ પટેલ કોર્ટના આગોતરા જામીન અરજી દાખલ કરી છે.

 
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યમાં પુલોના ઈન્પેક્શન માટે સરકારે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં ક્ષતિગ્રસ્ત અથવા તો રિપેરિંગ માંગતા હોય તેવા પુલને તાત્કાલિક રીપેર કરવા સરકારે આદેશ આપ્યાં છે. તે ઉપરાંત આ પ્રકારના પુલ જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જ શીટ અપાઈ છે. જ્યારે મોરબી નગરપાલિકાને ડીઝોલ્યુશનની કારણદર્શક નોટિસ અપાઈ છે.