પ્રવાસ પ્રતિબંધ છતાં અમેરિકાથી ૧૮૦૦૦થી વધુનો કેનેડામાં પ્રવેશનો પ્રયાસ

September 12, 2020

  • કેનેડા બોર્ડર સર્વીસીઝ એજન્સી (સીબીએસએ) દ્બારા ૧૮૪૩૧ લોકોને પાછા વાળવામાં આવ્યા
  • ગેરકાયદે પ્રવેશ કરનારા અનેકને દંડ કરાયો, ટૂંક સમયમાં પ્રતિબંધ દૂર કરવા વિચારણા

ટોરન્ટો : કેનેડાની સરકારે કોવિડ-૧૯ના પ્રસારને અટકાવવા વિદેશથી આવનારાઓ માટે પ્રવાસ પ્રતિબંધ લાદયો હોવા છતાં અમેરિકાથી ૧૮૦૦૦થી વધુ લોકોએ કેનેડાની હદમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી ઘણાં તો માત્ર હરવા ફરવા અને ખરીદી કરવા માટે કેનેડા આવવા માંગતા હતા. રરમી માર્ચથી બીજી સપ્ટેમ્બર દરમિયાન કેનેડા બોર્ડર સર્વીસીઝ એજન્સી (સીબીએસએ) દ્બારા ૧૮૪૩૧ લોકોને પાછા વાળવામાં આવ્યા હતા. જે બધા વિદેશી હતા અને જમીન માર્ગે, જળ માર્ગે કે હવાઈ માર્ગે અમેરિકાથી આવવા માંગતા હતાપ્રવેશ કરનારાઓનું એક મહત્વનું કારણ હરવા ફરવા કે ખરીદીનું હતું. જે અંદાજે પ૩૦૦ જેટલા હતાં. જયારે બીજા ર૦૦૦ લોકો મોજમઝા માટે કેનેડા આવવા માંગતા હતા. અન્ય ૧૦૦૦ લોકો કેનેડામાં બિનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે આવવા માંગતા હતાં.

બાકીના અન્ય કારણોસર આવવા માંગતા હતા. બધાને પ્રવેશની મંજુરી આપવામાં આવી નહોતી. સરહદ પાર કરવાનો પ્રયાસ કરનારાઓમાં ૮૭ ટકા અમેરીકન હતા. જે અંદાજે ૧૮૪૩૧ હતા અને સિવાયના દેશોના ર૩૬૧ લોકો હતા. સિવાય જે લોકો પ્રવેશવામાં સફળ થયા હતા. તેમણે આકરો દંડ ભોગવવો પડયો હતોપાંચ વ્યકિતઓના એક અમેરીકન પરીવારને સરહદ પાર કરવાના ખર્ચ ઉપરાંત ર૦૦૦ યુએસ ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. તેમને માત્ર અલાસ્કાથી પ્રવેશવાની મંજુરી આપવામાં આવી હતી. આમ છતાં તેમણે એવો રૂટ પસંદ કર્યો કે જે મહામારીને કારણે પ્રતિબંધિત હતો અને તેઓ વાનકુંવરમાં વેકેશન માણતા પકડાયા હતા. જેથી અધિકારીઓએ તેમને નિયમ ભંગ કરવા બદલ મોટો દંડ ફટકાર્યો હતો. અમેરિકાથી બોટ લઈને કેનેડામાં પ્રવેશનો પ્રયાસ કરનારા એક અમેરીકનને દંડ ફટકારી પાછો વાનકુંવર ટાપુથી અમેરિકા મોકલી દેવાયો હતો.

મહામારીના પહેલા ચાર માસ દરમિયાન આરસીએમપીએ ૯પ૦૦ જેટલા કોવિડ -૧૯ના કાનૂન ભંગના કિસ્સ નોંધ્યા હતા એમ સ્ટેટેસ્ટીકસ કેનેડાએ જણાવ્યું હતું. જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ૪૪૮ હવાઈ પ્રવાસીઓને પણ પ્રવેશની પરવાનગી આપવામાં આવી નહોતી. મહામારીની શરૂઆત થઈ ત્યારથી સરહદ પાર કરવા ઉપરના પ્રતિબંધોને પાંચ વખત લંબાવવામાં આવ્યા છે અને હજુ ર૧મી સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ છેસરકાર દર મહિને સ્થિતિને જોઈને નિર્ણય કરે છે. જો કે ચીફ પબ્લીક હૈલ્થ ઓફિસર ડો. થેરેસા ટેમે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે, હવે અમે વધુ સુરક્ષાના માપદંડો સાથે બીજા વિકલ્પો વિશે વિચારીશું. જેથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થઈ શકે.