દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ, 65 લોકોનાં મોત

May 22, 2022

ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર બે હજારથી વધુ નોંધાયા છે. જો કે, આ આંકડો એક દિવસ પહેલા એટલે કે 21 મેના આંકડા કરતા થોડો ઓછો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 2226 નવા કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે, કોરોનાને કારણે 65 લોકોના મોત થયા છે.

22 મેના રોજ જાહેર કરાયેલા આંકડામાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પહેલા 21 મેના રોજ કોરોનાના કુલ 2323 નવા કેસ નોંધાયા હતા અને 25 લોકોના મોત થયા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં મૃત્યુ પામેલા વધુ 65 દર્દીઓમાંથી, કેરળમાં 63 અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

જો કે, હવે એક્ટિવ કેસોમાં થોડો ઘટાડો થયો છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 15 હજારથી ઘટીને 14,955 પર આવી ગયા છે. જે તમામ માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોથી, લગભગ 2 હજાર કોરોના કેસ સતત સામે આવી રહ્યા છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે.