થાઈલેન્ડમાં મોટી જાનહાનિ, સ્કૂલ બસમાં આગ લાગતાં 25થી વધુ બાળકોના મોત
October 01, 2024
થાઈલેન્ડના બેંગકોંગમાં 44 લોકોને લઈ જતી સ્કૂલ બસમાં આગ લાગતાં મોટી દુર્ઘટના ઘટી છે. જેના લીધે 25 બાળકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. મૃત્યુ આંકડો વધવાની શક્યતા છે.
મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાની પ્રાંતમાંથી અયુથયા જઈ રહી હતી, ત્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ પથુમ થાનીમાંથી પસાર થતી વખતે બસના આગળના હિસ્સામાં આગ લાગી હતી. આગ એટલી ભયજનક હતી કે, બચાવ કામગીરી કરી રહેલા લોકોને બસમાં પ્રવેશવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ દુર્ઘટના સમયે ત્રણ શિક્ષકો અને 16 બાળકો બહાર નીકળવામાં સફળ રહ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે. જો કે, તેમને નાની-મોટી ઈજાઓ થઈ છે. ડ્રાઈવર પણ બચી ગયો હતો. પરંતુ તે ઘટનાથી ડરી જતાં ભાગી ગયો હતો. પરિવહન મંત્રી સૂર્યા જુંગરૂંગરૂંગકિટે જણાવ્યું કે, મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાનીમાંથી વિદ્યાર્થોને અયુથયાની ટૂર પર લઈ જઈ રહી હતી. ત્યારે તેમાં અચાનક ટાયર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. હજી વાસ્તવિક કારણ જાણવા મળ્યું નથી.
થાઈલેન્ડના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાં અને તમામ ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી છે અને મૃતકોના પરિવારોને વળતર પણ આપશે.
Related Articles
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું ભારત, કહ્યું- 'અમે ખુબ ચિંતિત, આ રીતે ઉકેલ લાવો...'
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ પર પહેલીવાર બોલ્યું...
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્ફોટ, પોલીસ તપાસ શરૂ
ડેનમાર્કમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે બે વિસ્...
Oct 02, 2024
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેંકડો ગુમ, 4 હજારનું રૅસ્ક્યૂ
નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેં...
Oct 02, 2024
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'
ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું...
Oct 02, 2024
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એજન્ટ, પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસા
ઈરાનની જાસૂસી સંસ્થાનો વડો જ હતો મોસાદ એ...
Oct 02, 2024
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અમેરિકા એલર્ટ
ઈરાને ઈઝરાયલ પર 400થી વધુ મિસાઈલ છોડી, અ...
Oct 02, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 02, 2024