અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાયા

January 13, 2022

વોશિંગ્ટન : અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધ્યો છે. આ દરમિયાન કોરોનાએ 2200થી વધુ લોકોના જીવ લીધા હતા.

અમેરિકામાં બાઈડેન એડમિનિસ્ટ્રેશન શાળાઓને ખુલ્લી રાખવાનો આગ્રહ કરી રહ્યું છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' બુધવારે મોડી રાત્રે રિપોર્ટમાં કહ્યું હતુ કે યુએસ સરકાર એક નવું પગલું ભરવા જઈ રહી છે,

જેથી શિક્ષણ ક્ષેત્રને મહામારીથી સુરક્ષિત કરને બચાવી શકાય. આ માટે શાળાઓમાં લાખો બાળકોનાં ટેસ્ટ વિનામૂલ્યે કરાવવાની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. લગભગ 50 લાખ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવશે. આ માટે એક અલગ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી રહી છે.