વધુ એક કોરોના વાયરસ, ત્રણમાંથી એક દર્દીનુ મોત થઈ શકે છેઃ ચીનના વૈજ્ઞાનિકોની ચેતવણી
January 28, 2022

બીજિંગ- કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં દેખા દીધી હતી.
વુહાનના વૈજ્ઞાનિકોએ હવે દુનિયાને ચેતવણી આપતા કહ્યુ છે કે, એક નવો વાયરસ NEOCOV પણ મળી આવ્યો છે.આ વાયરસ નવો નથી પણ તેની ખબર હમણાં પડી છે.તે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.રાહતની વાત એ છે કે, હજી તે માણસોમાં ફેલાયો નથી.
રશિયન મીડિયાના અહેવાલ પ્રમાણે NEOCOV વાયરસ મર્સ કોવ નામના વાયરસ સાથે જોડાયેલો છે.મર્સ કોવનો પ્રકોપ 2012 અને 2015માં પશ્ચિમ એશિયાના દેશોમાં જોવા મળ્યો હતો.NEOCOV પણ સાર્સ કોવિડ ટુ જેવો છે.જેનાથી માણસો સંક્રમિત થઈ રહ્યા છે.
વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, હાલમાં તો તે દક્ષિણ આફ્રિકામાં ચામાચિડિયામાં જ જોવા મળ્યો છે.વુહાન યુનિવર્સિટી અને ચાઈના એકેડમી ઓફ સાયન્સના સંશોધકોના રિસર્ચ પેપરમાં કહેવાયુ છે કે, નવા વાયરસને માણસને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યુટેશનની જરુર છે.જો આ વાયરસ માણસોને સંક્રમિત કરશે તો મોટા પાયે લોકોના મોત થઈ શકે છે.દર 3 દર્દીએ એકનુ મોત થવાની શક્યતા છે. રશિયાના સરકારી વાયરોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સંશોધકોનુ કહેવુ છે કે, NEOCOV વાયરસ હાલમાં તો માણસોને સંક્રમિત કરવા માટે સક્ષમ નથી પણ કોરોનાના જે પ્રકારનો ખતરો છે તે જોતા તેના પર અભ્યાસની જરુર છે.
Related Articles
દુનિયા પાસે 70 દિવસ ચાલે તેટલો જ ઘઉંનો જથ્થો, બધાની નજર હવે ભારત તરફ
દુનિયા પાસે 70 દિવસ ચાલે તેટલો જ ઘઉંનો જ...
May 22, 2022
ફિનલેન્ડના નાટોમાં સામેલ થવાના પ્રસ્તાવથી રશિયા નારાજ : ગેસ સપ્લાય બંધ કર્યો
ફિનલેન્ડના નાટોમાં સામેલ થવાના પ્રસ્તાવથ...
May 22, 2022
અફઘાનિસ્તાનમાં મહિલા ટીવી એન્કરો મોઢું ઢાંકે : તાલિબાની ફરમાન
અફઘાનિસ્તાનમાં મહિલા ટીવી એન્કરો મોઢું ઢ...
May 22, 2022
રશિયાના બોમ્બમારામાં ડોનબાસ સંપૂર્ણ તબાહ : ઝેલેન્સ્કી
રશિયાના બોમ્બમારામાં ડોનબાસ સંપૂર્ણ તબાહ...
May 21, 2022
ભાગેડું મેહુલ ચૌકસીને ડોમિનિકા તરફથી મળી રાહત
ભાગેડું મેહુલ ચૌકસીને ડોમિનિકા તરફથી મળી...
May 21, 2022
સમગ્ર વિશ્વમાં 27 કરોડ લોકો ભૂખમરાની કગાર ઉપર : સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી
સમગ્ર વિશ્વમાં 27 કરોડ લોકો ભૂખમરાની કગા...
May 20, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022