કેનેડામાં મોરગેજમાં મંદી, ખરીદનારાઓ માટે યોગ્ય સમય

July 27, 2020

  • પેમેન્ટ ડીફરલ થવાથી હાઉસિંગ બજારમાં ધીમી ગતિએ તેજી આવવા માંડે છે

ટોરોન્ટો - બેંક ઓફ કેનેડાના અર્થશાસ્ત્રી કહે છે કે હાલ જે રીતે અર્થતંત્ર બેઠું થઈ રહ્યું છે તેની સ્થિતિ ૨૦૦૮માં આવેલી આર્થિક મંદી કરતા જુદી છે. બેંક ઓફ કેનેડાના આર્થિક સ્થિરતા વિભાગના ડિરેક્ટર માઈકલ ખાન જણાવે છે કે મહારોગચાળાને કારણે રોજગારીનો દર ઘટયો હતો. મકાનોની કિંમતો ધીરે ધીરે સુધારવા લાગી છે અને મકાન માલિકોને નાદારી નોંધાવતા અટકાવી રહી છે. મકાન માલિકો આપેલા મોરગેજનું પેમેન્ટ લઈ રહ્યા છે અને કામ પર પાછા ફરી રહ્યા છેકોવીડ ૧૯ દરમિયાન અર્થતંત્રની ગતિ ધીમી પડી છે. દિફરલ પેમેન્ટ ચૂકવાઇ રહ્યું છે તે મહત્વનું છે. છેવટે તો નાદારીને કારણે નોકરી ધંધા પર પાછા ફરવું પડે છે અને આમ તેઓ આવક મેળવે છે. પેમેન્ટ ડીફરલ થવાથી હાઉસિંગ બજારમાં એક પ્રકારની માનદ ગતિ આવી જાય છે. પરંતુ વલણ ખરીદનારાઓ માટે ફાયદાકારક છેખાન સોમવારના રોજ યોજાયેલી મુવ સ્માર્ટલી ટોરોન્ટો રિયલ એસ્ટેટ સમિટમાં બોલી રહ્યા હતા. તેમણે કોવિડ ૧૯ મહારોગચાળાને ૨૦૧૬માં ફોર્ટ મેકમરે અને આલ્ટાના જંગલોમાં લાગેલી આગના બનાવને કુદરતી આફત સાથે સરખાવ્યો છે. સમયે પણ મોરગેજ ડીફરલ રિકવરી પ્લાન રજુ કરવામાં આવ્યો હતો.

બેંક ઓફ કેનેડાને સંશોધન દરમિયાન જણાયું હતું કે, જંગલોમાં લાગેલી આગે ૨૦૦૮ની મંદીની જેમ બેકારીમાં વધારો કર્યો હતો અને એમ્પ્લોયમેંટ ઇન્શયોરંસના દેવામાં વધારો થયો હતો. પરંતુ ૨૦૦૮ ની મંદી કરતા ૨૦૧૬ની જંગલોમાં લાગેલી ભીષણ આગ કરતા સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હતો. ૨૦૦૮ની મંદી લાંબો સમય રહી હતી અને વિશ્વભરની આર્થિક વ્યવસ્થા પડી ભાંગી હતી. ૨૦૧૬ની આગની જેમજ કોવીડ ૧૯નો મહારોગચાળો પણ અચાનક ભારે આંચકો આપી ગયો હતો