ઇટલીથી દીકરો આવ્યા બાદ દિલ્હીમાં કોરોનાથી માતાનું મોત

March 14, 2020

દિલ્હીમાં કોરોના વાયરસના લીધે વૃદ્ધનું મોત થયું હતુ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે એક મહિલાનું મોત થયું. 68 વર્ષના મહિલા કોરોના સિવાય ડાયાબીટીસ અને હાઇપરટેન્શનથી પણ પીડિત હતા. દિલ્હી સરકારના ડીજીએચએસ એ મોતની પુષ્ટિ કરી છે. તેમના મોત બાદ પરિવારવાળાઓને તેમના અંતિમ સંસ્કારની ચિંતા છે કારણ કે પરિવારજન એ વાતને લઇ અવઢવમાં છે કે અંતિમ સંસ્કાર માટે તેમને ડેડ બોડી આપશે કે નહીં. પરિવારજનો તેના માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સાથે સંપર્ક કરવાની કોશિષ કરી. સૂત્રોનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ પણ કરાશે.


મહિલાની સ્થિતિ શરૂઆતથી જ ખરાબ હતી અને તેઓ વેન્ટિલેટર પર હતા. તેના લીધે સારવાર બાદ પણ મહિલાને બચાવી શકવામાં ડૉકટર સફળ રહ્યા નહીં. જો કે મહિલામાં કોરોના વાયરસની પુષ્ટિ દિલ્હી સરકારની તરફથી ગુરૂવારના રોજ કરાઇ હતી. તેમાં કહ્યું હતું કે મહિલામાં સંક્રમણ તેમના દીકરામાંથી પહોંચ્યું છે. આ વાયરસથી મહિલાનો દીકરો પણ દાખલ છે અને સૂત્રોનું કહેવું છે કે તે સંપૂર્ણપણે સ્થિર છે.

દીકરામાંથી આ વાયરસ 68 વર્ષની માતામાં સંક્રમણ પહોંચ્યું. તેમનો દીકરો જાપાન, જીનીવા, અને ઇટલીથી સંક્રમિત થઇને દિલ્હી આવ્યો હતો પરંતુ ઘર પહોંચતા જ તેમનું આ સંક્રમણે તેમની વૃદ્ધ માતાને અને પોતાને ઝપટમાં લઇ લીધા.