ઓન્ટેરિયોમાં ભારે જોખમી સ્થળો પરથી નિયંત્રણો ઉઠાવી લેવા હિલચાલ

November 16, 2021

  • ક્ષમતાની મર્યાદા અને ફિઝિકલ ડિસ્ટર્ન્સિંગનો અમલ થોડા સમય સુધી નાઈટ ક્લબોમાં ચાલુ રખાશે

ટોરોન્ટો : ઓન્ટેરિયોમાં રાજ્યની જાહેર આરોગ્ય સેવા તરફથી જણાવવામાં આવ્યું છે કે, ઓન્ટેરિયો ભારે જોખમવાળા સ્થાનો પર ક્ષમતા સબંધી જે નિયમો લાદવામાં આવ્યા હતા તે ઉઠાવી લેવા માંગે છે અને તેના માટેની ચેતવણીઓ બહાર પાડવામાં આવી હતી તે પણ દૂર કરવામાં આવશે.  ક્ષમતાની મર્યાદા અને ફિઝિકલ ડિસ્ટર્ન્સિંગનો અમલ થોડા સમય સુધી નાઈટ ક્લબોમાં ચાલુ રાખવામાં આવશે. આવા ક્લબોમાં ડાન્સિંગ માટે પૂરતી જગ્યા હોવા છતાં પણ આ નિયમો ચાલુ રહેશે. દાખલા તરીકે લગ્નોનું રિસેપ્શન અથવા સ્ટ્રીપ ક્લ્બ તથા બીજા આવા સ્થળોએ આવનારા લોકોએ વેક્સિનેશનના પુરાવાઓ રજુ કરવા પડશે. મર્યાદા સંબંધી નિયમો 15મી નવેમ્બર સુધી ઉઠાવી લેવામાં આવશે અને રાજ્યના સત્તાવાળાઓ 28 દિવસ સુધી આ સ્થળોએ આ નિયમોનો અમલ કેટલી ચોક્સાઈથી કરી રહ્યા છે તેના આધારે મર્યાદા અને ફિઝિકલ ડિસ્ટર્ન્સિંગના નિયમો ચાલુ રાખવા કે ઉઠાવી લેવા તેનો  નિર્ણય કરવામાં આવશે.
જયારે ઓન્ટેરિયોમાં સલામતી અને ચેતવણી માટેના નિયમોમાં સુધારો થઇ રહ્યા છે અને આવા સ્થળો ફરીથી ખુલ્લી રહ્યા છે ત્યારે આ સ્થળો પર નિયમોનું પાલન કરી રીતે થઇ રહ્યું છે તેના પર ધ્યાન અપાઈ રહ્યું છે. કારણ કે શિયાળાની રજાઓમાં વધુમાં વધુ લોકો ક્લબો અને અન્ય આવા સ્થળોએ વધુ પ્રમાણમાં ભેગા થવા લાગશે.  વિદ્યાર્થીઓ પણ મિત્રો અને પરિવારો સાથે તહેવારોની મોજ માણ્યા પછી પોતાના વર્ગોમાં પાછા ફરશે, એવા સમયે સલામતી અને સાવધાનીનું વલણ જરૂરી છે એમ આરોગ્ય વિભાગના ચીફ મેડિકલ ઓફિસર ડો. કિરેન મુરે જણાવ્યું હતું. મુરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હવામાન દિવસે દિવસે ઠંડુ થતું જાય છે, ત્યારે ઇન્ફેક્શનના દરમાં પણ વધ-ઘટ થતી રહેશે અને આગામી મહિનાઓમાં તેનું પ્રમાણ વધશે. હાલમાં યુવાવર્ગમાં ટ્રાન્સમિશન ભારે પ્રમાણમાં વધી રહ્યું છે. ખાસ કરીને જેમણે રસી નથી મુકાવી તેવા લોકો પર વિપરીત અસર થવાની સંભાવના નકારી શકાય નહિ. 20-39 વર્ષીય વય જૂથના લોકોમાં ઇન્ફેક્શનનું પ્રમાણ વધતું જોવા મળે છે. કારણ કે, સામાજિક રીતે આવા લોકો એક-બીજાની વધુ નજીક જતા હોય છે.