નિર્ભયા કેસનાં આરોપી મુકેશને હાઈકોર્ટે આપ્યો ઝાટકો, ટ્રાયલ કૉર્ટ-SCમાં કરવી પડશે અરજી

January 15, 2020

નવી દિલ્હી :     નિર્ભયા રેપ કાંડમાં સજાની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ દોષીઓ તરફથી સતત અરજી દાખલ કરવામાં આવી રહી છે. બુધવારનાં દિલ્હી હાઈકોર્ટમાં દોષી મુકેશ કુમારની અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન અદાલતે મુકેશનાં વકીલને પટિયાલા હાઉસ કૉર્ટ જવા માટે કહ્યું છે. એટલે કે કૉર્ટમાં મુકેશની અરજી પર સુનાવણી નહી થાય.

આ અરજીમાં મુકેશ તરફથી ટ્રાયલ કૉર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેથ વૉરન્ટ પર અપીલ કરવામાં આવી હતી. બુધવારનાં સુનાવણી દરમિયાન વકીલ તરફથી કહેવામાં આવ્યું કે 7 જાન્યુઆરીનાં જ્યારે ટ્રાયલ કૉર્ટે ફાંસીનો આદેશ જાહેર કર્યો તો તેમને ક્યૂરેટિવ પેટિશન વિશે જાણકારી નહોતી. આ જ કારણથી હવે સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ચુકી છે.

આના પર હાઈકૉર્ટે વકીલથી કહ્યું કે જો આ મામલો છે તો તમારે હાઈકૉર્ટમાં અરજી ના દાખલ કરવી જોઇએ, પરંચુ ટ્રાયલ કૉર્ટની પાસે જવું જોઇએ. ટ્રાયલ કૉર્ટ પછી તમે અહીં નહીં, સીધા સુપ્રીમ કૉર્ટ જ જાઓ. ઉલ્લેખનીય છે કે દિલ્હીની એક ટ્રાયલ કૉર્ટે 7 જાન્યુઆરીનાં નિર્ભયાનાં ચારેય દોષીઓનું ડેથ વૉરન્ટ જાહેર કર્યું હતુ. આ વૉરન્ટની વિરુદ્ધ દોષી મુકેશનાં વકીલો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી અને આને ટાળવાની વાત કહેવામાં આવી હતી. ટ્રાયલ કૉર્ટે જ્યારે ડેથ વૉરન્ટ જાહેર કર્યું હતુ ત્યારે દોષી મુકેશ તરફથી કોઈ દયા અરજી અથવા ક્યૂરેટિવ અરજી દાખલ નહોતી કરવામાં આવી.

મુકેશનાં વકીલ તરફથી હાઈકૉર્ટમાં તર્ક આપવામાં આવ્યો કે તેઓ ટ્રાયલ કૉર્ટનાં આદેશને ચેલેન્જ નથી કરી રહ્યા, પરંતુ એ તર્ક આપી રહ્યા છે કે આ નિર્ણય હજુ લાગુ ના થઈ શકે, કેમકે હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. ઉલ્લેખનીય છે રાષ્ટ્રપતિને પોતાના દયા અરજી આપવા માટે મુકેશે જેલ પ્રશાસનને પત્ર આપી દીધો છે. અહીંથી બુધવાર સવારે આ દયા અરજી દિલ્હી સરકારનાં હોમ ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવશે. જ્યાંથી કેન્દ્રિય ગૃહમંત્રાલય થતા આ અરજીને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેલ અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પાસે મર્સી પિટિશન લગાવવા માટે તેમની પાસે 21 જાન્યુઆરી સુધીનો સમય છે.