મુકેશ અંબાણી નાના બન્યા, પુત્રી ઈશાએ જુડવા બાળકોને આપ્યો જન્મ

November 20, 2022

મુંબઈ- દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશા અંબાણીએ 19 નવેમ્બરે જુડવા બાળકોને જન્મ આપ્યો છે.
ઈશાના લગ્ન ઉદ્યોગપતિ અજય અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. ઈશાએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો છે. 
પરિવારે આ અવસરે ખુશી વ્યક્ત કરી છે તેમજ ઈશા અને બંને બાળકોની હેલ્થ સારી હોવાનુ જણાવ્યુ છે. પુત્રીનુ નામ આદિયા (Aadiya) અને પુત્રનુ નામ કૃષ્ણા  રાખવામાં આવ્યુ છે.


ઈશા અને આનંદ 12 ડિસેમ્બર 2018એ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઈશા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર પુત્રી છે. લગભગ 23 વર્ષની ઉંમરમાં તેમણે રિલાયન્સનો બિઝનેસ સંભાળવામાં પિતાની મદદ કરવાનું શરૂ કર્યુ હતુ. તેમને ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુ હતું. મુકેશ અંબાણી 2020માં જ દાદા બની ગયા હતા જ્યારે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતાએ 10 ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો. હવે મુકેશ અંબાણી નાના બની ગયા છે.