મુકેશ અંબાણીની નેટવર્થ 2 મહિનામા 28 ટકા ઘટી, અન્ય ઉદ્યોગપતિઓની પણ આ જ સ્થિતી

April 06, 2020

નવી દિલ્હી : કોરોનાના ઝપેટમાં દુનિયાનાં સૌથી શક્તિશાળી અને દિગ્ગજો પણ આવી ચુક્યા છે, આ રોગચાળાએ કોઇને બિમાર કર્યા તો ઘણા બધાં ઘનવાનોને આર્થિક રીતે નુકસાન પણ પહોચાડ્યુ છે.

કોરોનાની ઝપેટમાં ભારતનાં સૌથી મોટા અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ આવી ગયા છે. તેમની નેટવર્થમાં છેલ્લા બે મહિનામાં 28 ટકા જેટલો ઘટાડો થયો છે.

હુરૂન રિચ લિસ્ટ ( Hurun Global Rich List) મુજબ અંબાણીની નેટવર્થ 300 મિલિયન ડોલર (30 કરોડ)નો જોરદાર ઘટાડો થયો છે. દરેક દિવસે તે ઘટીને 31 માર્ચે 48 અબજ ડોલર જેટલી રહી ગઇ છે.

તેમની સંપત્તી લગભગ 1 લાખ 44 હજાર કરોડ જેટલી ઘટી છે અને હવે તે 3 લાખ 65 હજાર કરોડ રહી ગઇ છે, અંબાણી સિવાય ગૌતમ અદાણી, શિવ નાદર અને ઉદય કોટકની સંપત્તીમાં પણ જબરજસ્ત ઘટાડો નોંધાયો છે.