મુંબઈ: ત્રણ માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે

February 13, 2020

મુંબઈ : મુંબઈની અંધેરીના મરોલ વિસ્તારમાં ત્રણ માળની ઈમારતમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી મળી નથી. આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલુ છે. આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયુ નથી.  

આગમાં કોઈ વ્યક્તિ ફસાયેલા છે કે કેમ તે શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આગ સવારે 11.30 વાગ્યાની આસપાસ રોલ્ટા કંપનીના બીજા માળે લાગી હતી અને તે સર્વર રૂમ સુધી સીમિત રહી હતી.

ફાયરના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આગની તીવ્રતા લેવલ થ્રી સુધી વધતી ગઈ. સમગ્ર બિલ્ડીંગમાં ખૂબ જ ધુમાડો ફેલાઈ ગયો છે.