મુંબઈ: માનખુર્દમાંથી 7 લાખ રૂપિયાની નકલી નોટ જપ્ત

September 18, 2022

મુંબઈ- મુંબઈની ઝૂંપડપટ્ટીમાં નકલી નોટ છાપવામાં આવી રહી હતી. માનખુર્દ વિસ્તારમાં પોલીસને એક ઘરમાં નકલી નોટ છપાતી હોવાની માહિતી મળી હતી. એક સ્લમના મકાનમાં 50, 100 અને 200 રૂપિયાની નકલી નોટ બનાવવામાં આવી રહી હતી.
પોલીસે મકાનમાં રેડ પાડી તો નોટ છાપવા માટે ઉપયોગમાં લેવાતો સામાન જપ્ત થયો. જ્યાં કુલ 7 લાખ 16 હજાર 150 રૂપિયાના નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. આ મામલે આરોપી રોહિત શાહની ધરપકડ કરવામાં આવી છે. 


પોલીસે દરોડા પાડી નોટોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ દરોડા બાદ પોલીસે 7 લાખ 16 હજાર 150 રૂપિયાની ફેક કરન્સી પ્રાપ્ત થઈ. સાથે જ પોલીસે રૂમની અંદરથી નકલી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવાતા લેપટોપ અને પ્રિન્ટરને પણ જપ્ત કરી લીધુ. આરોપી રોહિત મનોજ શાહની પૂછપરછ કરાઈ છે. પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે તેઓ કેટલા સમયથી આ કાળા કારોબાર સાથે જોડાયેલા છે.


આ મામલે મુંબઈની માનખુર્દ પોલીસે જે શખ્સની ધરપકડ કરી છે. તેમની ઉંમર 22 વર્ષ છે. તે એક ખાનગી કંપનીમાં સેલ્સમેનનુ કામ કરે છે પરંતુ આ કામ તો લોકોને બતાવવા અને કહેવા માટે છે. હકીકતમાં તે ચૂપચાપ નકલી નોટોને છાપવા અને તેને માર્કેટમાં ચલાવવાનો ધંધો કરી રહ્યો હતો.