મુંબઈ: લઘુમતી વસતીવાળા નાગપાડામાં CAA વિરોધી દેખાવો કરતી 300 મહિલાઓ સામે FIR

February 08, 2020

મુંબઇ  : મુંબઇના મુસ્લિમ બહુમતી વિસ્તાર નાગપાડામાં નાગરિકતા અંગેના નવા કાયદાની વિરુદ્ધ દેખાવો કરી રહેલી 300 મુસ્લિમ મહિલાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. 

મુંબઇ મ્યુનિસપાલિટીએ કરેલી ફરિયાદના આધારે મુંબઇ પોલીસે આ એફઆઇઆર નોંધી હતી. મ્યુનિસિપાલિટીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી મહિલાઓએ જે સ્થળે અડ્ડો જમાવ્યો છે ત્યાં સડકનું કામ કરવાનું છે. આ લોકો જગ્યા ખાલી કરે તો અમે સડકનું કામ કરી શકીએ.

શુક્રવારે સાંજે છ વાગ્યે મુંબઇ પોલીસે એફઆઇઆર નોંધી હતી. બીએમસી એક્ટની 314 અને ક્રીમીનલ પ્રોસિજર કો઼ડની 341મી કલમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. 26મી જાન્યુઆરીની મધરાતથી અહીં મહિલાઓ દેખાવો કરી રહી હતી.