મુંબઈ: બંધાઈ રહેલો ફૂટ ઓવરબ્રિજ તૂટી પડતાં વાહનો દબાયાં, 2ને ગંભીર ઈજા

January 30, 2020

મુંબઇ :  મુંબઇના માનખુર્દ વિસ્તારમાં બની રહેલો એક ફૂટ ઓવરબ્રિજ બુધવારે રાત્રે અચાનક તૂટી પડતાં કેટલાંક વાહનો કચડાયાં હતાં અને કમ સે કમ બે વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી.

આ માહિતી મળતાં મુંબઇ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને આ રોડ તરત બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વીજસંચાલિત કટર વડે બ્રિજ નીચે ફસાયેલાં વાહનોને કાઢવાની પ્રક્રિયા શરૂ થઇ હતી.  રાજ્ય સરકારે આ દુર્ઘટનાની તપાસનો ત્વરિત આદેશ આપ્યો હતો. 

આ પુલ નીચે એક ટ્રક અને બીજાં બે વાહનો કચડાયાં હતાં. આશ્વાસન એ હતું  કે રાતનો સમય હોવાથી અહીં અવરજવર ઓછી હ તી. ધસારાના સમયે આવી કોઇ ઘટના બની હોત તો ભારે જાનહાનિ થઇ હોત.