સુરતમાં ગુટખા ખાઈ પિચકારી મારનાર વેપારીની હત્યા

August 05, 2020

સુરત : સુરતના મોટા વરાછા ગાર્ડન પાસે ગુટખા ખાઈ પિચકારી મારતા પિચકારી બીજા પર પડતા યુવકને ગંભીર રીતે માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. અમરોલી પોલીસે ચાર હત્યારાઓની ધરપકડ કરી લીધી છે.

સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં આવેલા મોટા વરાછા ગાર્ડન પાસે ગત રોજ ખૂની ખેલ ખેલાયો હતો. લોટના વેપાર રાજા રામ મોટા વરાછા દુખ્યાંના દરબાર વિસ્તારમાં લોટની ડિલિવરી કરી તેના ત્રણ મિત્ર સાથે પાછા ફરી રહ્યા હતા ત્યારે મૃતક રાજા રામએ ચાલુ રીક્ષામાંથી ગુટખા ખાઈ પિચકારી મારી હતી, તે ગુટખાની પિચકારી પાછળ એક્ટિવા ચાલક પર પડી હતી. બસ આટલી વાતમાં તે લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ હત્યારા નજીકમાં જ રહેતા હોઈ અને રીક્ષા ચાલકને કહ્યું આગળ આવો અમે તમને જોઈ લેશું. આવું કહી આ હત્યારાઓએ અન્ય બે હત્યારાને ફોન કરી બોલાવ્યા હતા અને ત્યાં જ અન્ય બે ઈસમો લાકડાના ફટકા લઈ આવ્યા હતા અને રિક્ષા અટકાવી આ ચાર હત્યારા રીક્ષામાં બેઠેલા 3 ઇસમ પર લાકડાનાં ફટકા મારી તૂટી પડયા હતા.

 હત્યારાઓ વેપારીને ગંભીર રીતે માર માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ યુવકને પહેલા તો સુરત સ્વીમેર હોસ્પિટલમાં ખસેવડામાં આવ્યો પણ મારના લીધે તેના પેટમાં ઇન્ફેકશન થઈ ગયું હતું અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસે સ્વિમેર હોસ્પિટલની ટેલિફોનિક વર્ધિના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં અન્ય ભોગ બનનાર મૃતકનું સ્ટેટમેન્ટ લઈ તપાસ હાથ ધરી હતી. ત્યાં જ આ ચાર આરોપી સ્થાનિક હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે આ ચાર હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. જ્યા આ ચારે આરોપી પર હત્યાનો ગુંનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.