અ’વાદ આર્મી જવાને આપઘાત કરતા ચકચાર, માથા પર મારી ગોળી

January 29, 2022

અમદાવાદમાં આર્મી જવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જવાને શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં આપઘાત કર્યો છે. જવાને માથામાં ગોળી મારી આપઘાત કર્યો છે. જે પંજાબના ગૂરજઈપાલસિંગ શીખ હોવાનું સામે આવ્યું છે. જોકે, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. આ મામલે હાલ તપાસ પોલીસ તપાસ કરી રહી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર શાહીબાગ કોન્ટોનમેન્ટમાં આર્મી સિપાહીએ ડ્યુટીથી આવીને કપાળ વચ્ચે ગોળી મારી આપઘાત  કર્યો છે. પંજાબના ગૂરજઈપાલસિંગ શીખ 27 વર્ષના છે. જેઓ કોન્ટોનમેન્ટમાં નાયક આર્મી સિપાહી તરીકે ફરજ બજાવતા હતા.