ઓસ્કાર માટે નોમિનેટ થયું RRR નું ગીત Naatu Naatu

January 24, 2023

દિલ્હીઃ આરઆરઆરના નાટૂ નાટૂ ગીતે વધુ એક ધમાકો કરી દીધો છે. ફિલ્મના નાટૂ નાટૂ ગીતને ઓસ્કારના નોમિનેશનમાં જગ્યા મળી છે. ગીતને ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. મંગળવારે 95માં એકેડમી એવોર્ડ્સના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. ગીતનું સંગીત એમએમ કિરવાણીએ આપ્યું છે. એસએસ રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મએ ઓસ્કાર એવોર્ડમાં ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા નાટૂ નાટૂ ગીતને બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળી ચુક્યો છે. 

એસએસ રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મએ ઈતિહાસ રચી દીધો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એલિસન વિલિયમ્સ અને રિઝ અહમદે નોમિનેશનની જાહેરાત કરી છે. આ સાથે ભારતીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઓથ ધેટ બ્રીદ્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મના નોમિનેશનમાં જગ્યા મળી છે. તેના ડાયરેક્ટર શૌકન સેન છે. ફિલ્મ બે ભાઈઓની કહાની છે જે દિલ્હીમાં જન્મ્યા છે.