નાયડુજીના વન લાઇનર વીન લાઇનર હોય છે: PM મોદી

August 08, 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાષણની કળાના માસ્ટર નેતાઓમાંના એક માનવામાં આવે છે. પરંતુ આજે રાજ્યસભામાં જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિદાય આપી રહ્યા હતા ત્યારે તેઓ તેમના ભાષણના કાયલ દેખાયા હતા. પીએમ મોદીએ ભાષા પર નાયડુએ આપેલા એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમે કહ્યું કે તમે કહેતા હતા કે માતૃભાષા આંખ જેવી હોય છે અને બીજી ભાષા ચશ્મા જેવી હોય છે. પીએમએ નાયડુના વન લાઇનરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તમારા વન લાઈનર પછી કંઈ કરવાની જરૂર જ રહેતી નથી.

વિદાય આપતી વખતે પીએમ મોદીએ તેમના વન-લાઈનરથી નાયડુના ભાષણનો ઘણો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે તમારા વન લાઇનર્સ વિટ લાઇનર હોય છે અને વિન લાઇનર્સ પણ. એટલે કે એ પછી કંઈ કહેવાની જરૂર રહેતી નથી. ઉલ્લેખનીય છે કે નાયડુનો કાર્યકાળ 18 ઓગસ્ટના રોજ પૂરો થાય છે. જગદીપ ધનખડને દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.