નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે IND Vs PAK વર્લ્ડ કપ મેચ

May 05, 2023

અમદાવાદ : ICC 2023 ODI વર્લ્ડ કપ, આ વર્ષના અંતમાં ભારતની ધરતી પર યોજાનાર ક્રિકેટના મહાકુંભના શેડ્યૂલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે ભારતમાં યોજાનાર 2023 વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ICC 2023 ODI વર્લ્ડ કપના શેડ્યૂલની વાત કરીએ તો આ મોટી માહિતી સામે આવી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2023 સીઝન પછી તરત જ 2023 વર્લ્ડ કપ મેચોના તમામ સ્થળોની જાહેરાત કરશે, ત્યારબાદ તે સ્પષ્ટ થશે કે કઈ મેચ કયા શહેરમાં અને કઈ તારીખે રમાશે. અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસીને મેચ નિહાળી શકશે. અહેવાલો અનુસાર, 2023 વર્લ્ડ કપની મેચો માટે ઘણા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, તિરુવનંતપુરમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને 2023 વર્લ્ડ કપ મેચો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા તેની વર્લ્ડ કપ મેચ આમાંથી માત્ર 7 શહેરોમાં જ રમશે. રિપોર્ટ અનુસાર સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની મોટાભાગની મેચ ચેન્નાઈ, કોલકાતા અને બેંગલુરુમાં રમાઈ શકે છે. કોલકાતામાં હજુ પણ વાતચીત ચાલી રહી છે. બાંગ્લાદેશી ટીમની મોટાભાગની મેચો કોલકાતા અને ગુવાહાટીમાં રમાઈ શકે છે.