મોટેરામાં મોદીએ નમસ્તે ટ્રમ્પ કહીને કર્યું સ્વાગત, જનમેદની જોઇને ગદગદીત થયા US રાષ્ટ્રપતિ

February 24, 2020

અમદાવાદ- વિશ્વનાં સૌથી તાકાતવર દેશનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. ટ્રમ્પનું એરફોર્સ વન વિમાન અમદાવાદનાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી બંને મહાનુભાવો ગાંધી આશ્રમ તરફ આગળ વધ્યા છે. 
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર ભારત આવ્યા છે, તેમની બે દિવસની ભારતની યાત્રા દરમ્યાન તેઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રાની મુલાકાત કરશે.