ત્રીજી T20ની ટિકિટ માટે હૈદરાબાદમાં નાસભાગ, પોલીસે કર્યો લાઠીચાર્જ

September 23, 2022

હૈદરાબાદમાં મોડી રાતથી જ ફેન્સ ટિકિટ ખરીદવા સ્ટેડિયમની બહાર પહોંચવા લાગ્યા હતા. જેમ જેમ સવાર થતી ગઈ તેમ તેમ ભીડ વધી, જેના કારણે નાસભાગ મચી ગઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલા અહીં એક મોટી ઘટના બની છે. ગુરુવારે જીમખાના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ચાહકોની ભારે ભીડ ટિકિટ માટે એકઠી થતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

મોડી રાતથી જ ફેન્સ ટિકિટ ખરીદવા સ્ટેડિયમની બહાર પહોંચવા લાગ્યા હતા. જેમ જેમ સવાર થતી ગઈ તેમ તેમ ભીડ વધી, જેના કારણે નાસભાગ મચી ગઈ. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.