નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા

January 23, 2023

વાળનો ખાસ ખ્યાલ રાખવા માટે લોકો અનેક હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તો હેરવોશ કર્યા બાદ લોકો વાળને મોઈશ્ચર લોક કરીને કંડીશનરની મદદ લે છે. હેર કંડીશનરથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. પણ જો તમે વાળ માટે કેમિકલ બેસ્ડ કંડીશનરનો ઉપયોગ કરવા ઈચ્છતા નથી તો નારિયેળ તેલની મદદથી તમે ઘરે જ કંડીશનર તૈયાર કરી શકો છો. હેરકેરમાં નારિયેળનું તેલ ફાયદો આપે છે. એવામાં લોકો વાળને હેલ્ધી રખવા માટે કોકોનટ ઓઈલની મદદ લેતા રહે છે. નારિયેળ તેલથી વાળને માટે નેચરલ કંડીશનર પણ બનાવી શકાય છે. તો જાણો હોમમેડ કોકોનટ ઓઈલથી કઈ રીતે ઘરે જ કંડીશનર બનાવી શકાય છે. અને તેના ફાયદા શું છે તે પણ.

આ રીતે બનાવો કંડીશનર

સામગ્રી
નારિયેળ તેલ
શિયા બટર
જોજોબા એસેન્શિયલ ઓઈલ
લેવેન્ડર એસેન્શિયલ ઓઈલ

બનાવવાની રીત
સૌ પહેલા નારિયેળ તેલની મદદથી કંડીસનર બનાવવા માટે શિયા બટરને ડબલ બોઈલરમાં પીગળાવી લો, હવે તેમાં નારિયેળ તેલ, જોજોબા ઓઈલ અને લેવેન્ડર ઓઈલને મિક્સ કરો અને ફ્રિઝમાં રાખો. થોડી વાર બાદ આ મિક્સચરને બ્લેન્ડરમાં રાખીને સારી રીતે બ્લેન્ડ કરો. તમારું કોકોનટ કંડીશનર તૈયાર છે.

કેવી રીતે કરશો સ્ટોર
નારિયેળ તેલથી બનેલા કંડીશનરને સ્ટોર કરવા માટે તમે એરટાઈટ કંટેનરની મદદ લઈ શકો છો. એરટાઈટ કંટેનરમાં રાખવાથી તમે તેને લાંબા સમય સુધી યૂઝ કરી શકશો. આ પછી હેરવોશ બાદ વાળ પર નારિયેળ તેલનું કંડીશનર લગાવો.

ફાયદા
નારિયેળનું કંડીશનર ડેમેજ વાળને રીપેર કરવાનું કામ કરે છે. તેને લગાવવાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે. તેના કારણે હેરગ્રોથમાં વધારો આવે છે. કોકોનટ ઓઈલથી બનેલું કંડીશનર વાળને હાઈડ્રેટ રાખીને હીટિંગ ટૂલ્સને નુકસાનથી બચાવે છે. આ સિવાય નિયમિત રીતે આ કંડીશનરનો ઉપયોગ કરીને તમે ડેન્ડ્રફ અને દ્વિમુખી વાળથી રાહત આપે છે.