નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેરગામ તાલુકામાં 10 ઈંચ વરસાદ નોંધાયો

July 24, 2024

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ આવ્યો છે. ચીખલીની કાવેરી નદીમાં ધસમસતો જળ પ્રવાહ જોવા મળ્યો છે. કાવેરી નદીમાં બે કાંઠે થતા શિવ મંદિર ડૂબ્યું છે. અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ બંધ કરવામાં આવ્યો છે. તેમજ પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે.

જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નદીઓના જળ સ્તર વધ્યા છે. તેમજ કાવેરી નદીના પટમાં આવેલ શિવ મંદિરની જળ સમાધિ થઇ છે. અંબિકા નદી પણ બે કાંઠે વહેતી થતાં ગણદેવી તાલુકાના કેટલાક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. તેમજ ભારે વરસાદની સ્થિતિ જોતા જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.