નેપાળે બાબા રામદેવને આપ્યો ઝટકો, પંતજલિની કોરોનિલ કિટના વેચાણ અને વિતરણ પર રોક

June 09, 2021

નેપાળમાં પતંજલિની કોરોનિલ કિટ પર પ્રતિબંધ લગાવવાની ખબરો વચ્ચે સ્વાસ્થ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓના તરફથી કોરોનિલ કિટના વેચાણ અને વિતરણ પર ત્યાં સુધી રોક લગાવવામાં આવી છે જ્યાં સુધી તે નેપાળ સરકારના નિયમો મુજબ વિભાગમાં રજિસ્ટર્ડ થઈ જતી નથી.</span></p>
પતંજલિ યોગપીઠ નેપાળે ભારત પાસેથી લગભગ 100 કાર્ટન કોરોનિલ કિટ મંગાવીને કોરોનાથી ઝઝૂમી રહેલાં નેપાળને મદદ પહોંચાડવા માટે સરકારને ઉપહાર તરીકે આ કોરોનિલ કિટ આપી હતી. 31 મેના રોજ એક સમારોહ વચ્ચે પતંજલિ યોગપીઠના નેપાળના મુખ્ય ટ્રસ્ટી શાલિગ્રામ સિંહે નેપાળના તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી હ્યદયેશ ત્રિપાઠીને 1500 કોરોનિલ કિટ ભેટ સ્વરૂપે આપી હતી.


સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ કિટને આયુર્વેદ વિભાગને સોંપતાં નેપાળમાં ચાલી રહેલાં આયુર્વેદિક આઈસોલેશન સેન્ટરમાં ચિકિત્સકોની સલાહથી પ્રયોગ કરવા કહ્યું હતું. આયુર્વેદ વિભાગના ડો. વાસુદેવ ઉપાધ્યાયે જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત કોરોનિલ કિટના પ્રયોગ પર છોડા સમય સુધી રોક લગાવી દીધી છે. કોરોનિલ કિટ નેપાળના ઔષધિ વ્યવસ્થા વિભાગમાં સંબંધિત પ્રક્રિયા પૂરી કરવામાં આવી નથી. જ્યારે પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે ત્યારે મંજૂરી આપી દેવામાં આવશે.