Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

ઈઝરાયલમાં વેક્સિનેશન પછી નવા કેસમાં 60 ટકા સુધી ઘટાડો નોંધાયો

January 26, 2021

દિલ્હી : દુનિયામાં કોરોનાથી બચાવ માટે વેક્સિનેશન જારી છે. આ મામલે ઈઝરાયલ દુનિયામાં આગળ ચાલી રહ્યું છે. ત્યાંના બીજા સૌથી મોટા હેલ્થ નેટવર્કે ડિસેમ્બરમાં પ્રથમ અને તેના પછી જાન્યુઆરીમાં બીજો ડૉઝ લાગનારા લોકો પર અભ્યાસ કર્યો. તેમાં નોંધ્યું કે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા 60% સુધી ઘટી ચૂકી છે. મૈકાની હેલ્થ સર્વિસીઝને બંને ડૉઝ લેનારા 50,777 લોકો પર અભ્યાસ કર્યો. તેના અપૂર્ણ ડેટાના વિશ્લેષણમાં જાણ થઇ કે પ્રથમ ડૉઝ લાગ્યાના બે અઠવાડિયાની અંદર અસર દેખાવાની શરૂઆત થઇ ગઈ હતી.

બીજી બાજુ સ્વાસ્થ્યકર્મીઓ પર થયેલા એક અભ્યાસમાં નોંધ લેવાઈ કે જેમને ફાઈઝરની વેક્સિનનો પ્રથમ ડૉઝ મેળવ્યો હતો તેમાં કોરોના વિરુદ્ધ પ્રતિરોધકતા એટલે કે એન્ટિબોડીનું સ્તર ઊંચું જણાયું હતું. આ સ્તર ટ્રાયલ દરમિયાન નોંધાયેલા સ્તરથી વધુ છે. માહિતી અનુસાર ઈઝરાયલમાં ફાઈઝર વેક્સિનેશન ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 25 લાખ ઈઝરાયલીઓને વેક્સિન લાગી ચૂકી છે. આ સંખ્યા કુલ વસતીની એક ચતુર્થાસ છે. જર્મનીએ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોરોના ટ્રીટમેન્ટ ખરીદી છે. જર્મની ચાન્સેલર એન્જેલા મર્કેલે ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ઉપયોગમાં લેવાયેલી કોરોના સારવારની પ્રક્રિયા પોતાને ત્યાં પણ ઈચ્છે છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રાડોરને કોરોના થઇ ગયો છે. તેના પછી તેમને આઈસોલેટ કરાયા હતા. લોપેજ ખુદ માસ્કના વિરોધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે માસ્ક પહેરવો અને લૉકડાઉન સરમુખત્યારશાહીની રીત છે. કોરોનાનો સામનો કરવાની રીતને લઈને તેમની આકરી ટીકા થઇ હતી. મેક્સિકો સૌથી વધુ ચેપગ્રસ્ત દેશોમાં સામેલ છે. ત્યાં દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે 17 લાખ સંક્રમિત થયા છે.