ભારતમાં કોરોનાના નવા કેસનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં રેકર્ડબ્રેક 57 હજારથી વધુ કેસ

August 01, 2020

દિલ્હી ઃ તમામ પ્રયાસોની વચ્ચે ભારતમાં કોરોના વાયરસના નવા કેસના રેકોર્ડ દરરોજ તૂટી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારના રોજ તાજા આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં Covid-19ના સૌથી વધુ 57,117 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિત કેસોની સંખ્યા 17 લાખના આંકડાની નજીક પહોંચી ગયા છે.

 કુલ સંક્રમિતોની સંખ્યા 16,95,988 થઇ ચૂકી છે. આ દરમ્યાન 764 લોકોના મોત થઇ ચૂકયા છે, ત્યારબાદ કુલ મૃતકોની સંખ્યા 36,511 થઇ ગઇ છે. તો અત્યાર સુધીમાં 10,94,374 લોકો આ વાયરસને માત આપીને સાજા થઇ ગયા છે.