આવતીકાલે રાત્રિ કર્ફ્યૂની નવી ગાઇડલાઇન, રાત્રિ કર્ફ્યૂ 10ને બદલે 9 વાગ્યે થઈ શકે

January 13, 2022

અમદાવાદ : ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે. જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. જેથી દિવસેને દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. 7 જાન્યુઆરીએ રાત્રિ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન જાહેર કરી હતી. જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. નવી ગાઇડલાઇનમાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે. પરંતુ નવી ગાઇડલાઇનમાં જે શહેરમાં દૈનિક 500થી વધુ કેસ આવે છે ત્યાં પણ રાત્રિ કર્ફયૂ લાદવામાં આવે એવી શક્યતા છે.

આજે ડીસા સબ જેલના 15 કેદી પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોનાગ્રસ્ત થયા છે.