T20 વર્લ્ડ કપ પહેલા નવો લૂક:કોહલીએ હેર કટ કરાવ્યા

September 18, 2022

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે નવા અંદાજમાં જોવા મળશે. પછી તે વાત બેટિંગની હોય કે નવા લૂકની. કોહલી એશિયા કપ દરમિયાન પોતાના ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. હવે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને નવો લૂક પણ અપનાવ્યો છે. ત્રણ મેચની T20 સિરીઝ પહેલાં વિરાટ કોહલીએ સ્ટાઈલિશ હેર કટ કરાવ્યા છે.

સેલિબ્રિટી હેર આર્ટિસ્ટ રાશીદ સલમાનીએ શનિવારે કોહલીનો ફોટો પોસ્ટ કરી લખ્યું- "ન્યૂ લૂક ફોર કિંગ કોહલી". તમને જણાવી દઈએ કે કોહલી તેના સ્ટાઈલિશ હેર કટને લઈ ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે.