પંજાબ CMની રેસમાં સામેલ થયું નવું નામ, આવતીકાલે થશે નવા CM ની જાહેરાત

September 18, 2021

ચંદીગઢ: કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની થોડીવાર પછી શરૂ થયેલી ધારાસભ્ય દળની બેઠક હવે ખતમ થઇ ગઇ છે. આ બેઠકમાં પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું હતું. નવા સીએમની રેસમાં અત્યાર સુધી સુની જાઝડ (Sunil Kumar Jakhar) નું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ હવે આ રેસમાં નવું નામ સામેલ થઇ ગયું. ધારાસભ્ય દળની બેઠકમાં મોટાભાગના ધારાસભ્યોની સુખજિંદર સિંહ રંઘાવા (Sukhjinder Singh Randhawa) ને પંજાબના નવા સીએમ બનાવવાની માંગ કરી.


આ તમામ નેતાઓના મુખ્યમંત્રીની રેસમાં નામ હોવાની સાથે સાથે પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂનું નામ પણ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં છે. જોકે સૂત્રોનું કહેવું છે કે 2022માં થનાર વિધાનસભા ચૂંટણી નવજોત સિંહ સિદ્ધૂને મુખ્યમંત્રીનો ચહેરો રાખીને લડવાને તૈયારી કરવામાં આવી રહી છે. પંજાબ સરકારે એકસમયે મંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ મહિલા નેતાનું કહેવું છે. એવામાં એક સંભાવના એ પણ બની રહી છે કે નવજોત સિંહ સિદ્ધૂને પંજાબના મુખ્યમંત્રી બનાવી શકાય છે. પંજાબમાં રાજકીય ગરમાવો તેજ થઇ ગયો છે. આજે જ નવા સીએમના નામની જાહેરાત થવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.  


પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ધારાસભ્ય દળની બેઠક બાદ પત્રકાર પરિષદ કરતાં કહ્યું કે 'બેઠકમાં 80 થી 78 ધારસભ્ય સામેલ થયા. તેમાં સર્વસહમતિથી બે પ્રસ્તાવ પાસ થયા છે. પહેલા કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં ચલાવવામાં આવેલી સારી સરકારની પ્રશંસા વિશે રહી. જ્યારે બીજા પ્રસ્તાવમાં પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યું. હરીશ રાવતે આગળ કહ્યું કે જેવી જ પાર્ટી હાઇકમાન પાસેથી નવા સીએમનું નામ ફાઇનલ થાય છે, તેની જાહેરાત કરવામાં આવશે.