'માત્ર PM મોદીનુ નામ લખાવવા માટે બનાવાયુ નવુ સંસદ ભવન': સંજય રાઉત
May 24, 2023

મુંબઈ: નવા સાંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈને ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વધતુ નજર આવી રહ્યું છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 28 મે ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો અમે પણ બહિષ્કાર કરીશું. સંજય રાઉતે કહ્યું કે, સૌથી પહેલા અમે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. અમે જ કહ્યું હતું કે, જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે તો દેશને આવા પ્રોજેક્ટની જરૂર ન હતી. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટને માત્ર પીએમ મોદીની ઈચ્છા પૂરી કરવા માટે બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આજનો સંસદ ભવન હજું પણ 100 વર્ષ ચાલી શકે છે. સંજય રાઉતે કહ્યું કે, આ (જૂનો) સંસદ ભવન ઐતિહાસિક છે અને આ સંસદ ભવન સાથે RSS અને બીજેપીનો કોઈ સબંધ નથી. રાઉતે કહ્યું કે, આ ખર્ચ માત્ર શિલા પર 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું' આ લખવા માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેથી જ દેશના વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને આદિવાસી મહિલાના નામ પર રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમને રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવવા જ નથી દેતા.
Related Articles
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જા...
May 30, 2023
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવર્નરે કહ્યું- નિયમોનો ખોટી રીતે ઉપયોગ ન કરે
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવ...
May 30, 2023
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની ફાઈનલ મેચ જોવા આવેલા દર્શકોના મોબાઈલ-પર્સ ચોરાયા
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની...
May 30, 2023
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ યાદવના ઘર સહિત અન્ય 12 સ્થળોએ દરોડા
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસન...
May 30, 2023
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મેડલ ગંગા નદીમાં નાંખી દેવાની કરી હતી જાહેરાત
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મે...
May 30, 2023
Trending NEWS

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને...
30 May, 2023

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો...
30 May, 2023

એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા...
30 May, 2023

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ, 31 મેના રોજ...
30 May, 2023

કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
30 May, 2023