સોનાના ભાવમાં નવો રેકોર્ડ, 1 તોલાનો ભાવ રુ. 55,800 પહોંચ્યો

August 04, 2020

અમદાવાદઃ વૈશ્વિક કારણોને આભારી દેશમાં સોનાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે આ ભાવ પ્રતિ તોલા રુ. 55,800ના નવી રોકર્ડ કિંમતે પહોંચ્યા હતા. કોરોના કાળ વચ્ચે મંદીના વાતાવરણમાં સોનું એક સુરક્ષિત રોકાણ છે જેને કારણે તેમાં સતત માગ વધી રહી છે. સોનાના ભાવ વધવા પાછળ આ સૌથી મોટું જવાબદાર કારણ છે. દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસ જેમ જેમ વધી રહ્યા છે તેમ તેમ સોનામાં રોકાણ પણ વધી રહ્યું છે.

શુક્રવારે બજાર બંધ થયું ત્યારે સોનાનો પ્રતિ તોલા ભાવ રુ. 55,500 હતો જે સોમવારે માર્કેટ ઓનપ થતા જ 300 રુપિયા વધી ગયો હતો. જોકે બીજી બાજુ સોનાના સતત વધી રહેલા ભાવથી જ્વેલરીની માગમાં ખૂબ જ મોટો ઘટાડો આવ્યો છે. આ કારણે ગુજરાતમાં જાન્યુઆરીથી જુલાઈ 2020 વચ્ચે સોનાની આયાત ગત વર્ષ 2019ના આ જ સમયગાળાની તુલનાએ 68 ટકા જેટલી ઘટી ગઈ છે.