મુંબઈ એરપોર્ટ પર જલદી નવા પ્રતિબંધો, SAથી આવનાર થશે ક્વોરેન્ટાઈન

November 27, 2021

મુંબઈઃ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. તો મુંબઈ તંત્રએ તેના પર કડક વલણ અપનાવતા દક્ષિણ આફ્રિકાથી મુંબઈ એરપોર્ટ પર પહોંચનાર પેસેન્જર માટે ક્વોરેન્ટાઈન અને જીનોમ સિક્વેન્સિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યુ કે, જો કોઈ વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ આવે છે તો તેની જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવશે. 


મુંબઈ તંત્ર તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઘણા દેશોએ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી આવી રહેલી ફ્લાઇટ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. મુંબઈના મેયરે કહ્યું, 'કોરોનાને નવા વેરિએન્ટને લઈને મુંબઈમાં ચિંતાઓ છે. દક્ષિણ આફ્રિકાથી આવી રહેલ લોકો પોઝિટિવ આવ્યા બાદ તેનું જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે. વિદેશથી આવતી ફ્લાઇટ પક કોઈ પ્રતિબંધ નથી. પરંતુ આ નિર્ણય અનુભવોને જોતા લેવામાં આવ્યો છે.'


કિશોરી પેડનેકરે કહ્યું- અન્ય દેશોમાં કોવિડ-19નો ખતરો વધ્યો છે. તેથી બહારથી આવી રહેલ લોકોનો જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ કરાવવામાં આવશે. હું દરેકને તે વિનંતી કરુ છું કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે અને માસ્ક પહેરે જેથી નવી મહામારીને રોકી શકાય.